સફેદ ચાદર ઓઢવી છે મારે,
હવે આ જીદગી છોડવી છે મારે,
નથી રહી મજા હવે જીવનમાં,
મૃત્યુ બાદ ની સફર કરવી છે મારે,...સફેદ ચાદર ઓઢવી છે મારે....
છળકપટ "સાકી" ના રહ્યા ઘણાં,
પણ સચ્ચાઇ ની કદર કરવી છે મારે,
નસ્તર લઇને આયો છું હું,
દર્દની ક્યા ચિંતા કરવી છે મારે.....સફેદ ચાદર ઓઢવી છે મારે.......
વ્યાકુળ આ દુનિયા હાફે છે ઘણી,
પણ દરેક શ્વાસની ગણતરી કરવી છે મારે,
ને છેલ્લા શ્વાસે વિચાર આવશે તોયે લખી નાખીશ,
કે, કલમ છે માरा હાથમાં ને ડાયરી ભરવી છે મારે....
સફેદ ચાદર ઓઢવી છે મારે,
હવે આ જીદગી છોડવી છે મારે,
નથી રહી મજા હવે જીવનમાં,
મૃત્યુ બાદની સફર કરવી છે....
-"રં ગ ત"
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
hi nice
Post a Comment