મન દઇને "મિત" મરી પણ નહિ શકે
કોણ આપશે સાથ સાચા દિલથી, કફન સુધી,
ન મળે રસ્તો તો મુંજાતા નહિ
કદમોના નિશાન મારા, લઇ જશે તમને ચમન સુધી,
હું હતો બસ મારી દશા માં વિખરાયેલો સદા
ટૂકડા કોઇ ન ઊપાડી શક્યું, મારા ચુભન સુધી,
આસુંઓ નિકળી ગયા છે ક્યારનાય દિલથી
પહોચવા જોઈએ બસ હવે, નયન સુધી,
જુદાઈનાં જખ્મો છે હવે તોફાને ચડ્યા
લાગે છે હવે પહોંચી જઇશ હું, મિલન સુધી,
હતાં કંઇક લોકો મારી બરબાદીમાં હિસ્સેદાર મગર
ન થયા ચાર લોક પણ ભેગા, "મિત",મારા દફન સુધી.
"r a n g a t"