તુ નહિ લડી શકે ખુદા એમા
મારી જિન્દગીથી મને લડવા દે,
ઘણા સમયથી નથી મળ્યો હું ખુદને
મારી મુલાકાત મારાથી મને કરવા દે,
જોવે જો મને તો બે ગજ દૂર રહે જે
આજ એકલતાની સીડી મને ચડવા દે,
પહોંચી જઉ કદાચ મંજિલ સુધી હું પણ
સફર જો અહીં જ અધૂરો મને છોડવા દે,
ન રાખે યાદ મને બધા તો વાંધો નથી
પણ, મારી હયાતીના કંઇક પુરાવા મને છોડવા દે,
ભલે મિટાવી દેજે મારી યાદ બધા દિલોથી પછી
પણ એક દિલમાં મારી યાદ, મને રહેવા દે,
જિદ નથી કરતો "મિત" કદી ખુદા પાસે મગર,
હજી થોડો સમય જો તું મને જિવવા દે,
જિંદગી તારી છે દેન, તું લઇ લે વાંધો નથી
હું તો ઇચ્છું છું ફક્ત, મારી મરજીથી મને મરવા દે.
- "r a n g a t"
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment